Best Affordable Scooters: કંપનીએ સૌપ્રથમ હોન્ડા એક્ટિવા સ્કૂટરને 2001માં માર્કેટમાં રજૂ કર્યું હતું અને ત્યારથી ગિયરલેસ સ્કૂટરની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. આ સ્કૂટર શહેરની સફર માટે યોગ્ય છે. કારણ કે તેઓ વાહન ચલાવવા માટે ખૂબ જ સરળ છે. જો તમે સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આ અહેવાલમાં તમે કેટલાક સસ્તું પેટ્રોલ સ્કૂટર વિશે જાણી શકો છો.
Best Affordable Scooters: Hero Destini 125 વિગતો
Hero Destini 125 સ્કૂટર આ લિસ્ટમાં નંબર વન પર છે. આ 125 સીસી એન્જિન સાથેનું દેશનું સૌથી સસ્તું સ્કૂટર છે. કંપનીએ જેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 71,499 રૂપિયા નક્કી કરી છે. આમાં તમને USB ચાર્જિંગ પોર્ટ, એક્સટર્નલ ફ્યુઅલ ફિલર અને સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવી સુવિધાઓ જોવા મળશે. આ કંપનીનું ખૂબ જ પાવરફુલ સ્કૂટર છે.
Honda Dio વિગતો
Honda Dio આ લિસ્ટમાં બીજું સ્કૂટર છે. તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. કંપનીએ આ સ્કૂટરને 70,211 રૂપિયાથી 77,712 રૂપિયાની કિંમતની રેન્જ સાથે માર્કેટમાં લૉન્ચ કર્યું છે. આ સ્કૂટરની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે અને કંપનીએ તેને ખૂબ જ મજબૂત પ્લેટફોર્મ પર બનાવ્યું છે. આ સ્કૂટર પાવરફુલ એન્જિન અને વધુ માઈલેજ સાથે આવે છે. એક્ટિવાની જેમ કંપનીએ આ સ્કૂટરમાં પણ ઘણા આધુનિક ફીચર્સ આપ્યા છે. કંપની દ્વારા આ સ્કૂટરમાં વધુ અંડર-સીટ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે.
Hero Pleasure Plus
અમારી યાદીમાં ત્રીજા નંબરે હીરો પ્લેઝર પ્લસ સ્કૂટર છે. તે કંપનીનું આકર્ષક સ્કૂટર છે. જેનું વજન ઘણું હલકું છે. માર્કેટમાં આ સ્કૂટરની શરૂઆતની કિંમત 70,338 રૂપિયા એક્સ-શોરૂમ છે. આ ટોપ વેરિઅન્ટ માટે 82,238 રૂપિયા સુધી જાય છે. કંપનીએ આ સ્કૂટરને ઘણી આધુનિક સુવિધાઓ સાથે રજૂ કર્યું છે. તેમાં LED હેડલાઇટ, જિયો-ફેન્સિંગ અને લોકેશન ટ્રેકિંગ જેવી કનેક્ટેડ ફીચર્સ સામેલ છે.