Site icon Guj World

360 Home Security Camera: ભારતીય બજારમાં થયો લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

ટેક ન્યુઝ: જો તમે ઘરની સુરક્ષાને મજબૂત કરવા માંગો છો, તો Xiaomiએ તાજેતરમાં ભારતમાં 360 હોમ સિક્યુરિટી કેમેરા 2K લૉન્ચ કર્યો છે. ભારતમાં લોન્ચ કરવામાં આવેલો આ કંપનીનો ત્રીજો કેમેરો છે.

આ કેમેરો તમારી ગેરહાજરીમાં તમારા ઘરની સુરક્ષા કરે છે. અહીં આપણે જાણીએ છીએ તેની સ્પેસિફિકેશન અને કિંમત.

Xiaomi સુરક્ષા કેમેરા ફીચર્સ:

Xiaomi 360 કેમેરામાં f/1.6 અપર્ચર સાથે 3-મેગાપિક્સલનો કેમેરો છે. તે 1920 x 1080 પિક્સેલના રિઝોલ્યુશન સાથે એચડી વિડિયો અને 2304 x 1296 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 2K વિડિયો રેકોર્ડ કરી શકે છે. Xiaomiનો આ સિક્યોરિટી કૅમેરો અંડરએક્સપોઝ્ડ અને ઓવર એક્સપોઝ્ડ દ્રશ્યોને વધુ સારી રીતે કૅપ્ચર કરવામાં સક્ષમ છે. વધુ સ્પષ્ટતા માટે ડાયનેમિક રેન્જને સપોર્ટ કરે છે.ખાસ વાત એ છે કે કેમેરા ઓછા પ્રકાશમાં પણ સારી વિઝ્યુઅલ ક્વોલિટી સાથે વીડિયો રેકોર્ડ કરી શકે છે. તે નાઇટ વિઝન ઇફેક્ટ્સ હાંસલ કરવા માટે ઇન્ફ્રારેડ રોશનીનો પણ ઉપયોગ કરે છે.

એક કરતાં વધારે ઉપકરણોથી મોનિટર કરી શકાય

સુરક્ષા કેમેરાને એકસાથે અનેક ઉપકરણો દ્વારા મોનિટર કરી શકાય છે. યુઝર્સ તેને ટેબલેટ, લેપટોપ અને ડેસ્કટોપ દ્વારા સરળતાથી ઓપરેટ કરી શકે છે. તે 256GB સ્ટોરેજ સાથે આવે છે

Xiaomi 360 હોમ સિક્યુરિટી કિંમત

આ કેમેરા 3,299 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે Mi.com અને કંપનીના રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

Exit mobile version