દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર્સ વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્ના ઘણા સમયથી ડેટિંગના સમાચારમાં છે.તેમના રિલેશનશિપની ચર્ચા વચ્ચે હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે બંને સગાઈ કરીને પોતાના સંબંધોને એક નવું નામ આપવા જઈ રહ્યા છે.
હવે વિજય દેવરાકોંડાએ સગાઈના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે અને ફેન્સને વાયરલ સમાચારની ખકિકત જણાવી છે.
તેના એક ઈન્ટરવ્યુમાં, વિજયે ગર્લફ્રેન્ડ રશ્મિકા મંદન્ના સાથેની સગાઈના સમાચારને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વિજયે કહ્યું- હું ફેબ્રુઆરીમાં ન તો સગાઈ કરી રહ્યો છું અને ન તો લગ્ન કરી રહ્યો છું. મને લાગે છે કે મીડિયા ઈચ્છે છે કે હું દર 2 વર્ષે લગ્ન કરું. હું દર વર્ષે મારા લગ્નની અફવાઓ સાંભળું છું. વિજયે આગળ કહ્યું- હવે તે મને પકડવાની અને મારા લગ્ન કરાવવાની રાહ જોઈને ફરે છે. વિજય દેવરાકોંડાની પ્રતિક્રિયાએ તેની સગાઈના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું છે. પરંતુ વિજયે રશ્મિકા મંદન્ના સાથેના સંબંધો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે વિજય દેવરાકોંડા અને રશ્મિકાએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ બંને ઘણીવાર એક જ સ્થાન પર રજાઓ માણતા જોવા મળે છે. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિજય ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’માં જોવા મળશે. આ દરમિયાન રશ્મિકા મંદન્ના ‘પુષ્પા 2: ધ રૂલ’માં જોવા મળશે.