Site icon Guj World

મહિન્દ્રાએ Thar, Scorpio અને XUV700ની કિંમતોમાં ફેબ્રુઆરી 2024થી વધારો કર્યો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના ફ્લેગશિપ એસયુવી મોડલ સ્કોર્પિયો-એન, થાર અને XUV700ની કિંમતોમાં વધારો કર્યો છે. ઉત્પાદન ખર્ચ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવવધારો આ ત્રણ લોકપ્રિય SUV મોડલ્સના ચોક્કસ વેરિયન્ટ્સ પર તરત જ પ્રભાવ થઈ ગયો છે.

મહિન્દ્રા XUV700ની કિંમત 10% સુધી વધી

XUV700 SUVની કિંમતમાં સૌથી વધુ વધારો થયો છે. AX7 L પેટ્રોલ વેરિઅન્ટ, ખાસ કરીને 7-સીટ કન્ફિગરેશન અને મેન્યુઅલ ગિયરબોક્સ સાથે, ₹57,000 નો ભારે ભાવવધારો મેળવ્યો છે. તેવી જ રીતે, સમાન મોડલના ડીઝલ વેરિઅન્ટ કે જે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે તેની કિંમતમાં ₹53,000 સુધીનો વધારો જોવા મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ભાવ ગોઠવણો એકસમાન નથી. કારણ કે XUV700ના આઠ વેરિઅન્ટની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ચાર એન્ટ્રી-લેવલ પેટ્રોલ વેરિઅન્ટમાં ₹15,000 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓટોમેટિક ગિયરબોક્સ અને 5-સીટ વિકલ્પથી સજ્જ AX5 ડીઝલ વેરિઅન્ટની કિંમતમાં સૌથી મોટો ₹21,000નો ઘટાડો જોવા મળ્યો છે. હવે XUV700ની કિંમતની શ્રેણી ₹13.99 લાખથી ₹26.99 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. જેમાં સાત વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિક

સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિક મોડલ્સની વાત કરીએ તો આ એસયુવીના તમામ વેરિઅન્ટની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. આ ભાવવધારો ₹1,000 થી મહત્તમ ₹40,000 સુધીનો છે. પરંતુ ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે Z8 7-સીટર વેરિઅન્ટે તેની વર્તમાન કિંમત ₹23.08 લાખ (એક્સ-શોરૂમ) જાળવી રાખી છે. આ લાઇનઅપમાં સૌથી વધુ ભાવવધારો Z8 L 6-સીટર વેરિઅન્ટ પર થયો છે જેમાં પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. એન્ટ્રી લેવલ પેટ્રોલ સ્કોર્પિયો-એનમાં ₹34,000 નો વધારો જોવા મળ્યો છે. જ્યારે એન્ટ્રી લેવલ ડીઝલ વેરિઅન્ટની કિંમતમાં 24,000 રૂપિયાનો વધારો થયો છે. તેથી Scorpio-N SUV હવે ₹13.60 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત ₹24.54 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

થાર કેટલી થઈ મોંધી ?

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થાર SUVના તમામ વેરિઅન્ટની કિંમતોમાં પણ વધારો કર્યો છે. AX(O) ડીઝલ મેન્યુઅલ વેરિઅન્ટમાં સૌથી વધુ ભાવ વધારો જોવા મળ્યો છે, જેની કિંમત હવે ₹35,000 વધી છે. વધુમાં, ઓટોમેટિક ગિયરબોક્સ સાથેના ટોપ-એન્ડ પેટ્રોલ વેરિઅન્ટ LXની કિંમતમાં ₹34,000નો વધારો થયો છે. આ સાથે, થારની શરૂઆતની કિંમત હવે ₹11.25 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે. જ્યારે ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત ₹17.20 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

Exit mobile version